રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો

પાટણમાં ગટર લાઈન રિપેરિંગને પગલે પાલિકા દ્વારા પાણી કાપ મુકાયો

બોકરવાડા, મીરા દરવાજા, રામનગર સહિતના વિસ્તારોમાં ૬ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક ટાઈમ પાણી અપાશે

પાટણ નગરપાલિકાએ ભૂગર્ભ ગટરના બહુચર પમ્પિંગ સ્ટેશનની લાઇનનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. આ કામગીરીને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ૬ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર  સુધી માત્ર એક ટાઈમ જ પાણી અપાશે. પાટણ નગરપાલિકાની વોટર વર્ક્સ શાખાએ એક યાદી જાહેર કરીને આ માહિતી આપી છે. યાદી મુજબ, બહુચર પમ્પિંગ સ્ટેશનની લાઇનના સમારકામથી બોકરવાડા, મીરા દરવાજા,રામનગર, જી.ઈ.બી., હંસાપુર, ઊંઝા ત્રણ રસ્તા, સિદ્ધહેમ અને માતર

વાડી પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી પુરવઠા પર અસર પડશે.આ સમયગાળા દરમિયાન આ તમામ વિસ્તારોમાં ફક્ત એક જ ટાઈમ પાણી આપવામાં આવશે. નગરપાલિકા તંત્રએ શહેરીજનોને આની નોંધ લેવા અને સહયોગ આપવા પણ વિનંતી કરી હોવાનું વોટર વર્કસ શાખાના ચેરમેન ગૌરવ મોદીએ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર