રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 જાન્યુઆરી, 2025| Super Admin

વાવ-થરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ : જન આક્રોશ મહાસભાનું આયોજન

વાવ-થરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ : જન આક્રોશ મહાસભાનું આયોજન
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ-થરાદ જિલ્લાની રચના સામે ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025થી અમલી બનાવેલા આ નિર્ણય સામે છેલ્લા 15 દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે. ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિના નેતૃત્વમાં ચાલી રહેલા આ આંદોલનમાં ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્યો મફતલાલ પુરોહિત અને નથા પટેલ સહિત રાજકીય, સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો જોડાયા છે. અત્યાર સુધી ધાનેરા બંધ, રેલી અને ધરણાં પ્રદર્શન જેવા કાર્યક્રમો યોજાયા બાદ હવે આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે. આગામી 21 જાન્યુઆરી મંગળવારે બપોરે 12 વાગ્યે ધાનેરા હાઈવે પર આવેલા મામા બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભાની તૈયારીઓના ભાગરૂપે શુક્રવારે રામબાઈશા આશ્રમ ખાતે સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી. સમિતિ દ્વારા ગામેગામ ખાટલા બેઠકો અને સભાઓનું આયોજન કરી લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કાંકરેજ અને દિયોદર તાલુકાની જનતા પણ આ વિભાજનનો વિરોધ કરી રહી છે.

સંબંધિત સમાચાર