વાવના બાલુત્રી ગામે પાણીનો નિકાલ નહિ કરાય તો બનાસડેરીના પૂર્વ ડિરેકટરની જળ સમાધિ લેવાની ચીમકી

વરસાદી પાણીના નિકાલના મુદ્દે તંત્ર હવામાં તીર મારી રહ્યું છે
વાવ તાલુકામાં આવેલ મેઘ તાંડવને લઈને આજે સતત 22 દિવસ થવા છતાં વરસાદી પાણીનો હજુ નિકાલ થયો નથી. સતત 22 દિવસથી સરકારી શાળાઓ સદંતર બંધ છે. ગ્રામજનોને બહાર નીકળવા માટે 16 કી. મી.નું અંતર કાપવું પડે છે. ગામમાંથી પાણીનો નિકાલ કરવા ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું. તેમજ રાસ ગરબા યોજી રાતભર જાગરણ કરી વિરોધ નોંધાવ્યો. તેમ છતાં પાણીનો નિકાલ ન થતાં બાલુત્રી ગામના વતની અને બનાસ ડેરીના પૂર્વ ડિરેકટર એવા રૂપશીભાઈ વિરભાણ પટેલ વાવ મામલતદાર કચેરીમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.
અમારા વાવ ખાતેના રિપોર્ટર વિષ્ણુ પરમારે તેમની રૂબરૂ મુલાકાત લેતા તેઓ એ જણાવ્યું હતું કે, મેઘ તાંડવમાં આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સતત 22 દિવસથી ગામ પાણીમાં હોવા છતાં તંત્ર હવામાં તિર મારી રહ્યું છે. પાણીનો નિકાલ થતો નથી ગામમાં ગંદકી અને કીચડ મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે. જો તંત્ર જુના માર્ગને તોડી પાણીનો નિકાલ કરે તો 2 કલાકમાં ગામમાંથી પાણીનો નિકાલ થઈ શકે છે. પરંતુ બે ચાર લોકોના ફાયદા માતે આજે આખું ગામ પાણીમાં ગરકાવ છે. હજુ સુધી એક પણ નેતા મારા ખબર અંતર પૂછવા આવેલ નથી.
જો આ વરસાદી પાણીનો જુના માર્ગને તોડી ઝડપી નિકાલ નહિ કરવામાં આવે તો હું 83 વર્ષની ઉંમરે જળ સમાધી લેવાની ચીમકી ઉચારતા તંત્રમાં દોડધામ વધી ગઈ છે. જોકે સતત 22 દિવસથી ગામ પાણીમાં રહેવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પણ જવાબદાર તંત્રનું પેટનું પાણી હલતું નથી. સરકારને સહાય આપવી હોય તો આપે પહેલા અમને પાણીનો નિકાલ કરી આપે એજ અમારી તંત્ર પાસે માંગ છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન પિસ્તોલ ઝડપાઈ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા અને ભીલડીમાં ચોમાસા જન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સજ્જ
1 દિવસ પહેલા
બનાસકાંઠાચડોતર અને બુરાલમાં જુગાર રમતા ૧૩ ઈસમો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે આઈ.જી.પી. પરિક્ષિતા રાઠોડની ઉપસ્થિતિમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
