રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

UPSC એ નવું પોર્ટલ લોન્‍ચ કર્યું : અરજી કરવી વધુ સરળ બનશે

UPSC એ નવું પોર્ટલ લોન્‍ચ કર્યું : અરજી કરવી વધુ સરળ બનશે
તમામ ઉમેદવારોએ નવેસરથી નોંધણી કરાવવાની રહેશે ; યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન એ ગઈકાલે ઓનલાઈન અરજી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાના ઉદ્દેશ્‍યથી એક નવું ઓનલાઈન અરજી પોર્ટલ શરૂ કર્યું છે. કમિશને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્‍યું છે જેમાં કહેવામાં આવ્‍યું છે કે હવેથી તમામ ઉમેદવારોએ upsconline.nic.in પર જઈને નવેસરથી નોંધણી કરાવવી પડશે અને તેમના દસ્‍તાવેજો અપલોડ કરવા પડશે.UPSC એ એ પણ સ્‍પષ્ટતા કરી છે કે જૂનું વન ટાઈમ રજીસ્‍ટ્રેશન મોડ્‍યુલ હવે માન્‍ય રહેશે નહીં. એટલે કે, જે ઉમેદવારો પહેલાથી જ નોંધણી કરાવી ચૂકયા છે તેમને પણ નવા પોર્ટલ પર નોંધણી કરાવવાની જરૂર પડશે.UPSC એ સ્‍પષ્ટતા કરી છે કે CDS પરીક્ષા-II ૨૦૨૫ અને NDA અને NA-II પરીક્ષા ૨૦૨૫ માટે અરજીઓ ફક્‍ત આ નવા પોર્ટલ દ્વારા જ સ્‍વીકારવામાં આવશે. તેથી, હવેથી બધા ઉમેદવારો માટે નવા પોર્ટલનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર