રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાજકારણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભાજપમાં ભડકો, નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સક્રિય કોર્પોરેટર રાજીનામું આપ્યું

ભાજપમાં ભડકો, નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સક્રિય કોર્પોરેટર રાજીનામું આપ્યું

અમદાવાદ જિલ્લાના બાવળા નગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બાવળામાં ભાજપ સંગઠન અંદરખાને ભારે ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, નગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સક્રિય કોર્પોરેટર મધુબેને પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.

પોતાના રાજીનામા અંગે મધુબેને સત્તાવાર રીતે જિલ્લા કલેકટર તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય અને ઉચ્ચ હોદ્દેદારોને પત્ર સુપરત કરી દીધો છે. અચાનક આવેલા આ રાજીનામાના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, અને રાજકીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

બાવળા નગરપાલિકાની કુલ 28 બેઠકો આવેલી છે. અગાઉની ચૂંટણીના પરિણામો મુજબ કુલ 28 બેઠકોમાંથી 13 કોર્પોરેટરો ભાજપના, 13 કોર્પોરેટરો કોંગ્રેસ પાર્ટીના જ્યારે 1 કોર્પોરેટર બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર