રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર તાલુકાના ગઢ-ચડોતર માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ

પાલનપુર તાલુકાના ગઢ-ચડોતર માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામ

પાલનપુર તાલુકાના ગઢ-ચડોતર માર્ગ પર અચાનક મોટું વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષ રસ્તા પર પડતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

માર્ગ અવરોધાતા મોટા વાહનો અટવાઈ ગયા હતા, જ્યારે નાના વાહનચાલકો રસ્તાની સાઈડમાંથી વાહનો પસાર કરવા મજબૂર બન્યા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

દરમિયાન ગઢ-ચડોતર માર્ગ પર અન્ય સ્થળોએ પણ કેટલાક જોખમી અને સૂકાઈ ગયેલા વૃક્ષો તથા ડાળીઓ જોવા મળતી હોવાના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. મોટી દુર્ઘટના ટાળવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહેલી તકે આવા જોખમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur

સંબંધિત સમાચાર