રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2025| Super Admin

યાત્રાધામ ઢીમાને ધણીધર તાલુકો જાહેર કરાતા સમગ્ર પંથકમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ

યાત્રાધામ ઢીમાને ધણીધર તાલુકો જાહેર કરાતા સમગ્ર પંથકમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ
ઢીમાને ધરણીધર ભગવાનના નામથી તાલુકો જાહેર કરાતા ગ્રામજનોમાં ભારે ખુશાલી ફટાકડા ફોડી પેંડા વેચી મોં મી કરાવી ખુશીઓ મનાવી બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી સાથે જ યાત્રાધામ ઢીમાને તાલુકો જાહેર કરવા માટેની વર્ષોથી માગ થઈ રહી હતી. જે માંગને પૂરી કરવા માટે આજે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી યથાગ પ્રયત્નોથી ઢીમા ગામને ધરણીધર ભગવાનના નામથી તાલુકો જાહેર કરાતાં સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, સંસ્થાઓ તેમજ ધાર્મિક આગેવાનો દ્વારા આ નિર્ણયનું હર્ષોભેર સ્વાગત કરવામાં આવ્યું છે. લાંબા સમયથી લોકોની માંગણી મુજબ ઢીમાને તાલુકો જાહેર થતાં હવે સરકારી કચેરીઓના કાર્યો માટે લોકોને દૂરના સ્થળોએ જવું નહીં પડે અને રોજિંદી સમસ્યાઓનું સ્થાનિક સ્તરે નિરાકરણ મળશે. તાલુકા બનવાથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વ્યવસ્થા તેમજ રોજગારી જેવા ક્ષેત્રોમાં પણ ઝડપી વિકાસ થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.ધણીધર ભગવાનના આશીર્વાદથી ઢીમાને તાલુકા જાહેર કરાતા આ પ્રદેશના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને નવા પાંખો મળશે તેવું સ્થાનિક નાગરિકોએ જણાવ્યું છે તાલુકો બનવા પાછળ સ્થાનિક આગેવાન સહીત અધ્યક્ષ ની સતત દોડધામ અને લોકોના સહયોગને લઈને સૌએ આભાર વ્યક્ત કર્યો છે પંથકના લોકો દ્વારા ઢીમા તાલુકાના જાહેરનામા બદલ સરકાર અને જવાબદાર આગેવાનો પ્રત્યે સ્થાનિક લોકો દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઢીમા તાલુકો જાહેર થવાથી હવે યાત્રાધામ તરીકેની એક નવી ઓળખ સાથે આ વિસ્તાર વિકાસના નવા યુગમાં પ્રવેશ કરશે એવી આશા પ્રગટ થઈ રહી છે. ઢીમામાં રોજગારી જેવા ક્ષેત્રોમાં પણ ઝડપી વિકાસ થવાની અપેક્ષા ઢીમા ગ્રામજનો સહિત આજુબાજુના વિસ્તારના લોકોની પણ એક હજુ પ્રબળ માંગ ઉભી થઈ રહી છે કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ નમાવવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પધારવા માટે તેમના થકી સૌ વિસ્તારના ગ્રામજનો વતી આમંત્રણ પાઠવવા આવે તેવી માંગ કરાઈ રહી છે.      
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર