રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

પેપળુથી નાનાકાપરા થરાદ હાઇવેને જોડતો માર્ગ પહોળો બનાવવા લોકમાંગ ઉઠી

રઘુનાથપુરી મઠ વકવાડા ગોગા મહારાજ અને પેપળું નકળંગ ધામને જોડતો સાંકડો રસ્તો જોખમી બન્યો  માર્ગને પહોળો કરવામાં આવે તો ભીલડી થી થરાદ હાઇવેને જોડતો મહત્વપૂર્ણ માર્ગ બની શકે છે પેપળુ ગામથી નાના કાપરા ગામને જોડતો સિંગલ પટ્ટી માર્ગ હાલમાં વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો માટે ભારે મુશ્કેલીનું કારણ બન્યો છે. રસ્તો અત્યંત સાંકડો હોવાથી દૈનિક અવરજવર કરતા લોકો તેમજ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ માર્ગ પર વાહનવ્યવહાર નોંધપાત્ર રીતે વધ્યો છે, છતાં માર્ગનો વિસ્તરણ ન થતા અકસ્માતનો ભય સતત વર્તાઈ રહ્યો છે. સામસામે આવતા બે વાહનોને પસાર થવા માટે એક વાહનને રોડની નીચે ઉતારવું પડે છે, જેના કારણે જોખમ વધી રહ્યું છે. આ માર્ગનું મહત્વ માત્ર ગ્રામ્ય જોડાણ પૂરતું જ નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખાસ મહત્વ રહેલું છે. નાના કાપરા ખાતે આવેલું રઘુનાથપુરી મઠ, વકવાડા ગામે આવેલું ગોગા મહારાજ મંદિર તેમજ પેપળુ ગામે આવેલું નકળંગ ભગવાન મંદિર ખાતે વર્ષભર ભક્તોનો વિશાળ ઘસારો રહે છે. તહેવારો અને મેળાઓ દરમિયાન વાહનોની સંખ્યા વધી જતાં ટ્રાફિક વ્યવસ્થા બેકાબૂ બની જાય છે.યાત્રાળુઓની વધતી અવરજવર અને સાંકડો માર્ગ હોવાથી અકસ્માત નો ભય પણ સતાવી રહ્યો છે. ભીલડીથી પેપળુ ગામ સુધીનો માર્ગ પહેલેથી જ પહોળો બનાવવામાં આવ્યો છે, પરંતુ પેપળુથી નાના કાપરા સુધીનો ભાગ હજી સિંગલ પટ્ટી જ છે. જો આ માર્ગને પહોળો બનાવવામાં આવે તો ભીલડી થી થરાદ રોડને જોડતો એક મહત્વપૂર્ણ વિકલ્પ માર્ગ બની શકે છે. આથી સમગ્ર પંથકના વિકાસને વેગ મળશે અને વેપાર, કૃષિ તેમજ યાત્રાધામ સુધીની સુવિધા માં વધારો થઈ શકે છે. જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ માર્ગને તાત્કાલિક ધોરણે પહોળો બનાવવાની માંગ કરવામાં આવી છે ત્યારે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોની આ યોગ્ય અને તાત્કાલિક જરૂરિયાતને કેટલી પ્રાથમિકતા આપે છે અને માર્ગ વિકાસ માટે ક્યારે અસરકારક પગલાં ભરે છે.    

સંબંધિત સમાચાર