રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિદ્ધપુરમાં હંસાબાના સ્મરણાર્થે નિમૉણ પામનાર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત કરાયું

સિદ્ધપુરમાં હંસાબાના સ્મરણાર્થે નિમૉણ પામનાર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત કરાયું
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર સિધ્ધેશ્વર ફ્લેટની સામે સિધ્ધપુર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત "હંસાબા"ના સ્મરણાર્થે  ગુરૂવારે કેબિનેટ મંત્રી અને જ્ઞાતિવાડીના દાતા બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકાના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસર કૃપેશ પટેલનું પણ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસ દેવીપૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ  છે. આ પાવન દિવસ નિમિત્તે દેવીપૂજક સમાજની વાડીનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાની ઉમરમાં જીવનના પાઠ સમાજના ભાઈઓ પાસેથી શિખ્યો છું. કેબિનેટ મંત્રીએ દેવીપૂજક સમાજને દીકરા-દિકરીઓને શિક્ષણ અપાવવા પણ આહવાન કર્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર