રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

મુખ્યમંત્રીએ બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે લોક સંવાદ કર્યો

મુખ્યમંત્રીએ બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે લોક સંવાદ કર્યો
પૂર અસરગ્રતોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી તેમને આશ્વાસન પાઠવ્યું મુખ્યમંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર નો આભાર વ્યક્ત કરતા સાંસદ ગેનીબેન ઠાકોર; બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા હતા. જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રી રોકાણ કરી આજે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર અસરગ્રતોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે ચિંતા ન કરો, સરકાર તમારી સાથે છે. પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે. જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચે થી આ વિસ્તારના લોકોને બચાવી શકાય. વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચતી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂરની પરિસ્થિતિમાં સરકારે આ વિસ્તારના પ્રજાજનો માટે સંવેદનશીલ બનીને કામ કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે સરહદી વિસ્તાર પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદનાને વખાણી એમનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર