રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર
મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો: અમીરગઢ તાલુકાના કિડોતર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃતદેહ ગુરુવારે કૂવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જો કે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના પગલે અમીરગઢ તેમજ એલસીબી તેમજ એ.એસ.પી સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પરિવારને મૃતદેહ  સ્વીકારવા સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ કિડોતર ગામે રહેતા એક રબારી પરિવારની કિશોરી છેલ્લા એક અઠવાડિયા થી ગુમ થઈ હતી જેથી આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારને જણાવ્યું હતું કે તમે પણ શોધખોળ કરો અને અમે પણ શોધખોળ કરીએ જેથી પરિવાર સગીરાની શોધખોળ કરતો હતો તે સમય દરમિયાન ગુરુવારે કીડોતર ગામે આવેલા કુવા માંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો જો કે પીએમ થઈ ગયા બાદ પણ પરિવારજનો એ મૃતદેહ ન સ્વીકારતા ઘટનાને પગલે દોડી આવેલા મહિલા અધિકારી એ.એસ.પી તેમજ એલસીબી પીઆઇ,અમીરગઢ પીઆઇ સહિતના અધિકારીઓએ પરિવારને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી મૃતદેહ સ્વીકારવા અંગે સમજાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

સંબંધિત સમાચાર