રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરમાં લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો, ગીતો ગાતા-ગાતા મહિલાનું હાર્ટ એટેકથી મોત

રાધનપુરમાં લગ્ન પ્રસંગમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો, ગીતો ગાતા-ગાતા મહિલાનું હાર્ટ એટેકથી મોત

પાકિસ્તાની શરણાર્થી મહિલાના નિધનથી લગ્નની ખુશી શોકમાં પલટાઈ

રાધનપુરના શિવનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ગીતો ગાતી વખતે 50 વર્ષીય મહિલાને હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડતા નિધન થયું હતું તો આ બનાવને પગલે લગ્નની ખુશીનો માહોલ શોકમાં પલટાઈ જવા પામ્યો હતો. 

આ ઘટનાની મળતી માહિતી મુજબ રાધનપુરના શિવનગર સરદારપુરા ખાતે લક્ષ્મીબેન (ઉ.વ. 50) તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં અન્ય મહિલાઓ સાથે લગ્ન ગીતો ગાઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડતા  તેઓ ઢળી પડ્યા હતા.અચાનક ઢળી પડેલા લક્ષ્મીબેન ને પરિવારજનો દ્વારા તાત્કાલિક ખાનગી વાહન મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું.મૃતક લક્ષ્મીબેન અને તેમનો પરિવાર મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદ જિલ્લાના ટંડો અલીયાર તાલુકાના વતની છે. તેઓ લાંબા સમયથી રાધનપુરના શિવનગર વિસ્તારમાં વસવાટ કરી મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.લક્ષ્મીબેનના પતિ ઓખો કરશે. આ બનાવ અંગે  હોસ્પિટલ અને સંબંધિત તંત્રને જાણ કરી હતી. લગ્નના માહોલ વચ્ચે બનેલી આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#HEART ATTACK

સંબંધિત સમાચાર