થરાદ તાલુકાની નર્મદા કેનાલના મહાજનપુરા અને દોલતપુરા પુલ વચ્ચેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પ્રથમ તપાસમાં મૃતકની ઓળખ થઈ શકી ન હતી. મૃતકના જમણા હાથ પર 'જે' અક્ષર અને હાર્ટબીટનું ટેટૂ જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન મૃતકના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફાયર ટીમે મોબાઈલમાંથી મળેલું સિમકાર્ડ પોતાના ફોનમાં નાખીને પરિવારનો સંપર્ક સાધ્યો હતો. આ રીતે મૃતકની ઓળખ થઈ શકી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યા મુજબ મૃતકના પરિવારને ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.
થરાદ; નર્મદા કેનાલમાંથી યુવકની લાશ મળી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Narmada canal#Fire Brigade Response#Tharad Taluka#Local Law Enforcement#Family Notification#Unidentified Deceased#Investigation Details#Body Recovery#Tattoo Identification#Mobile Phone Evidence#Missing Person Case
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
