રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત

સાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત

સાબરકાંઠા જિલ્લામાં ઋતુ બદલાતાની સાથે જ વાયરલ સંક્રમણ અને જીવલેણ રોગોએ માથું ઊંચક્યું છે. જિલ્લાના ત્રણ અલગ-અલગ તાલુકાઓમાં સ્વાઈન ફ્લૂના ૪ નવા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવેલા ૨ દર્દીઓ સારવાર દરમિયાન કાળનો કોળિયો બન્યા છે, જેનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

સ્વાઈન ફ્લૂના કેસો સામે આવતા જ આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા અને તાવ કે શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર