સિદ્ધપુરમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસ દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો

કુલ રૂપિયા ૬૫,૬૫૪ નો મુદ્દામાલ સીઝ કરાયો
પાટણ જિલ્લા પુરવઠા અધિકારી તથા પુરવઠા નિરિક્ષકઓની ટીમ દ્વારા સિદ્ધપુર શહેરમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જી-૩૦, શ્રીજી આર્કેડ, કાકોશી ફાટક, સિદ્ધપુર ખાતે આવેલ ઠાકોર અજીતસિંહ જવાનજીની દુકાનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી ચોખા આશરે ૧૮૪૩.૦૦૦ કિ.ગ્રા., ઘઉં આશરે ૩૮૬.૦૦૦ કિ.ગ્રા., બાજરી આશરે ૪૫.૦૦૦ કિ.ગ્રા. તથા ચણા આશરે ૫૪.૦૦૦ કિ.ગ્રા. મળી આવ્યા હતા.
આ અનાજનો કુલ અંદાજીત મૂલ્ય રૂપિયા ૬૫,૬૫૪ થવા પામે છે. સદર જથ્થા અંગે દુકાન માલિકને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સદર હું, જથ્થો લોકો દ્વારા છૂટક વેચાણ માટે લાવવામાં આવે છે પરંતુ આ બાબતે કોઈ બિલ કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. જથ્થા અંગે સંતોષકારક પુરાવા ન મળતા તથા નિયમવિરોધી હોવાનું જણાતા જિલ્લા પુરવઠા અધિકારી પાટણ તથા પુરવઠા નિરિક્ષકો દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓના નિયમન કરવા બાબતના હુકમ-૧૯૭૭ ની કંડિકા-૧૧ મુજબ શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
4 કલાક પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
