રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા5 મે, 2025| Super Admin

પાલનપુર-આબુ હાઇવે પર સોલાર લાઈટના પોલ ધરાશાયી

પાલનપુર-આબુ હાઇવે પર સોલાર લાઈટના પોલ ધરાશાયી
નબળા સ્ટ્રક્ચરને કારણે પડતા પોલ અકસ્માત સર્જે તેવી ભીતિ; પાલનપુરમાં કમોસમી માવઠાને પગલે આબુ હાઇવે પર લાગેલા સોલર લાઈટના પોલ ધરાશાઈ થઈ ગયા હતા. જોકે, નબળા સ્ટ્રક્ચરને કારણે પડી જતા પોલ અકસ્માત સર્જે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. ત્યારે તેને મજબૂત સ્ટ્રક્ચરમાં ફિટ કરવાની માંગ ઉઠી છે. સામાન્ય વરસાદ અને નહિવત પવનમાં પણ અઠવાડિયા પહેલા જૂના RTO ના પૂલ જોડે થી ખેમાણા ગામ સુધી આબુ હાઇવે ઉપર લગાવેલ સોલર લાઈટના પોલ ધરાશાઈ થઈ ગયા હતા. એકદમ હલકીકક્ષાના સ્ટ્રક્ચરના કારણે પાંચ થી સાત પોલ નીચે પડી ગયા છે. પોલનું સ્ટ્રક્ચર મજબૂત અને સારું નહીં કરવામાં આવે તો આગામી ચોમાસામાં લગભગ બધા જ લાઈટના પોલ પડી જશે તેવું આ સ્ટ્રક્ચર ઉપર થી દેખાય છે. જુના આરટીઓ થી ટોલનાકા સુધીનો આબુ હાઈવે ખુબજ ટ્રાફિક વાળો હોવાથી ત્યાં લાઈટ ના પોલ અગર કોઈ વાહન ઉપર પડે તો ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવતા નવા પોલ નું સ્ટ્રક્ચર ફરીથી ભરવા અથવા મજબૂત કરવા પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ ફાઉન્ડેશનના પ્રમુખ ડાયાભાઇ પટેલ અને મંત્રી પરેશભાઈ પ્રજાપતિએ તંત્રને અનુરોધ કર્યો છે.

સંબંધિત સમાચાર