રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝામાં તસ્કરોનો આતંક: અંબિકા સોસાયટીના બંધ મકાનમાંથી ₹10.66 લાખની ચોરી

ઊંઝામાં તસ્કરોનો આતંક: અંબિકા સોસાયટીના બંધ મકાનમાંથી ₹10.66 લાખની ચોરી

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ 

ઊંઝા ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલ અંબિકા સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ઘરના મુખ્ય ખંડના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી બન્ને તિજોરીઓઓના લોક તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના  અને રોકડ રકમ મળી કુલ રૂ 10,66,941 ના મુદામાલની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલ અંબિકા સોસાયટી મકાન નંબર 10 માં રહેતા જીતેન્દ્રકુમાર મનુભાઇ પટેલના બંધ મકાનમાં ગઈ રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના મુખ્ય ખંડના દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કરી લોક તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી સોનાના દાગીના કુલ નંગ 4 વજન 86.818 કુલ રૂ 8,51,130 તેમજ ચાંદીના સિક્કા કુલ નંગ 36 વજન 1050 કી.રૂ 24,811 અને રોકડ રકમ રૂ.1,91,000 મળી કુલ રૂ. 10,66,941 ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે જીતેન્દ્રકુમારના નિવેદને આધારે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર