રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના રામોસણામાં ગટરની ગંગા: ૧૫ દિવસથી ગંદા પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત

મહેસાણાના રામોસણામાં ગટરની ગંગા: ૧૫ દિવસથી ગંદા પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત

પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરની કમિશનરને રજૂઆત

મહેસાણા શહેરના વોર્ડ નં. ૨ માં સમાવિષ્ટ રામોસણા વિસ્તારમાં છેલ્લા બે અઠવાડિયાથી ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રાધાસ્વામી સત્સંગ રોડ પર સતત ૧૫ દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવારની મૌખિક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા અંતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

રામોસણા વિસ્તાર હેઠળ આવતી અનેક સોસાયટીઓ જેવી કે રાધાકૃષ્ણ સોસાયટી, વેલકમ એવન્યુ, જયોતિ બંગ્લોઝ, પ્રતિજ્ઞા બંગ્લોઝ, રાધે કુટીર સોસાયટી સહિતના વિસ્તારમાં આવેલી આ સોસાયટીઓ તેમજ રાધાસ્વામી સત્સંગ બ્યાસ તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. આ માર્ગો પરથી પસાર થતી વખતે રહીશોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે, જેના કારણે આરોગ્ય જોખમાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેકવાર ફરિયાદો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે. જ્યારે આ બાબતે મનપાના સૂત્રો પાસેથી વિગતો મેળવવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, વિસ્તારના પમ્પિંગ સ્ટેશનનું મેન્ટેનન્સ કામ ચાલુ હોવાથી પાણી ઉભરાઈ રહ્યા છે. જોકે, રહીશોનો આક્ષેપ છે કે તંત્ર "પમ્પિંગ સ્ટેશન બંધ છે" તેવું કારણ આગળ ધરીને કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે ગટરની આ જટિલ સમસ્યાને લઈને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે દરમિયાનગીરી કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ અંગે સત્વરે કાર્યવાહી કરવા અને રહીશોને ગંદકીના નરકમાંથી મુક્તિ અપાવવા ઉગ્ર રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મેન્ટેનન્સની કામગીરી ક્યારે પૂર્ણ કરી રહીશોને રાહત આપે છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર