રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા6 મે, 2025| Super Admin

ડીસામાં ગાદલાની દુકાનમાં આગ લાગતા દોડધામ

ડીસામાં ગાદલાની દુકાનમાં આગ લાગતા દોડધામ
ડીસાના મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ રોડ ઉપર આવેલા નિશા કોટન વર્ક્સ નામની દુકાનના ભોંયરામાં આજે બપોરે અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગની ઘટનાને પગલે દુકાન માલિકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર ફાઇટર અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાઇટરની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં દુકાનમાં રાખેલા મોટાભાગના ગાદલાઓ બળીને ખાખ થઈ ગયા હતા. દુકાન માલિકે આ આગની ઘટનામાં દુકાન ઘણું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે આ દુકાન જ્યાં આવેલી છે તે બિલ્ડીંગ પણ જુનું અને જર્જરિત છે તેમજ ઉપરના માળે વૃદ્ધાશ્રમ પણ આવેલ છે. જોકે સમય સૂચકતાના પગલે આગ કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. જોકે સ્થાનિકોમાં ચાલતી ચર્ચા ઉપરથી જાણવા મળેલ કે અગાઉ પણ આ દુકાનમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગવા પાછળ ક્યાં કારણો જવાબદાર છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર