રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાની વિનાયક સોસાયટીના રહીશો ગંદકી અને વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાહિમામ

ડીસાની વિનાયક સોસાયટીના રહીશો ગંદકી અને વરસાદી પાણી ભરાવાથી લોકો ત્રાહિમામ
બીમારીઓનો ઉપદ્રવ : રહીશોની આંદોલનની ચીમકી  ડીસાના અંબિકા ચોક વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત પાણી અને ઉપરવાસની સોસાયટીઓમાંથી આવતા વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાને લીધે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના કેસ પણ જોવા મળ્યા છે.​સ્થાનિક રહીશોએ આ અંગે ડીસા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવાયા નથી. નગરપાલિકાના સેનિટેશન અને બાંધકામ વિભાગો આ સમસ્યાનું નિવારણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. રહીશોનો આરોપ છે કે નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો આ સમસ્યા પ્રત્યે ઉદાસીન છે અને માત્ર વાતો કરવામાં જ વ્યસ્ત છે. ​એક નગરપાલિકાના કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, એક ચૂંટાયેલા સભ્યની ભલામણને કારણે આ પ્રશ્નનું નિરાકરણ ટાળવામાં આવી રહ્યું છે. આનાથી એવું લાગી રહ્યું છે કે રાજકારણના કારણે સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.વિનાયક સોસાયટી ઉપરાંત, તેની આસપાસની અન્ય ચાર સોસાયટીના રહીશો પણ આ જ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરે, જેથી રોગચાળો ફેલાતો અટકી શકે. જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.    
  • Beta
Beta feature

સંબંધિત સમાચાર