રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ BJP માં જોડાયા

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ BJP માં જોડાયા

આમ આદમી પાર્ટીમાં આ સમયે મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે આમ આદમી પાર્ટી સામે બળવો જાહેર કર્યો અને પાર્ટી છોડવાની જાહેરાત કરી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા અન્ય ચાર સાંસદોના નામ પણ જાહેર કર્યા. આ રીતે, આમ આદમી પાર્ટીના સાત સાંસદો એકસાથે પાર્ટી છોડી ચૂક્યા છે. રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી છોડનારા તમામ સાંસદો પાર્ટીના મોટા નામ હતા. રમિયાન, રાઘવ ચઢ્ઢાની પ્રેસ કોન્ફરન્સ પછી, AAP સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભાજપનું ઓપરેશન લોટસ અને ભગવંત માનના કામને રોકવાનો રાજકીય ખેલ મોટા પાયે શરૂ થઈ ગયો છે. પંજાબ સરકાર ત્યાંના બાળકોને સારું શિક્ષણ આપવાનું કામ કરે છે. જો પંજાબમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ રોગથી પીડિત હોય તો, 10 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. ભાજપે આવી સરકારને રોકવા અને તોડવાનું કામ કર્યું છે."

સંજય સિંહે કહ્યું, "હું વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કહેવા માંગુ છું કે ભગવંત માનના કામને રોકવા માટે તમે જે કર્યું છે તેના માટે પંજાબના લોકો તમને ક્યારેય માફ નહીં કરે. આજે પંજાબ જેવી સારી સરકાર સાથે ઓપરેશન લોટસ રમાઈ રહ્યું છે. વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ઓપરેશન લોટસની સિસ્ટમ ચલાવવામાં આવી રહી છે."

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર