રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

પાલનપુરમાં ભગવાન જગન્નાથજીની 55મી રથયાત્રાની તડામાર તૈયારીઓ

સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

18 કિમીના રૂટ પર નીકળશે રથયાત્રા; 226 પોલીસકર્મી, 150 હોમગાર્ડ, ડ્રોન અને ડોગ સ્ક્વોડ રહેશે તૈનાત

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથજીની 55મી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની પવિત્ર રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાય તેવી શક્યતા હોવાથી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અષાઢી બીજની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ એ સમગ્ર રૂટ પર રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસ દ્વારા સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.

59.jpg 206.07 KB
ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રા પાલનપુર શહેરમાં અંદાજે 18 કિલોમીટરના રૂટ પર પરંપરાગત રીતે નીકળશે. જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ભાવિકોને શાંતિ, સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

 પોલીસ બની સજ્જ

રથયાત્રા દરમિયાન સુરક્ષા માટે 5 પીઆઈ, 5 પીએસઆઈ, 226 પોલીસકર્મીઓ તેમજ અંદાજે 150 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. ઉપરાંત ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર