રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 એપ્રિલ, 2025| Super Admin

ડીસા ભાજપમાં રાજકીય ગરમાવો: બે હરીફ નેતાઓનું મિલન, ચર્ચાઓનો દોર શરૂ

ડીસા ભાજપમાં રાજકીય ગરમાવો: બે હરીફ નેતાઓનું મિલન, ચર્ચાઓનો દોર શરૂ

ડીસાના રાજકારણમાં એક અણધારી ઘટનાએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, જેઓ ધારાસભ્ય પ્રવીણ માળીના નજીકના સાથી ગણાય છે, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પોતાના "પરમ મિત્ર અને રાજકીય ગુરુ" ગણાવ્યા છે. આ ઘટનાએ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ચર્ચા જગાવી છે. અમૃત દવે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓએ શશીકાંત પંડ્યાના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી અને ફોટો શેર કર્યો હતો. આ ઘટના એટલા માટે વધુ મહત્વની બની જાય છે. જ્યારે ઘણા સમયથી પ્રવીણ માળી અને શશીકાંત પંડ્યા વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ડીસા નગરપાલિકાની ગત ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને તત્કાલીન ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને પ્રવીણ માળી જૂથ વચ્ચે તીવ્ર મતભેદો હતા. તે સમયે શશીકાંત પંડ્યાનું વર્ચસ્વ રહેતા તેમના જૂથના ઉમેદવારોને મોટાભાગની ટિકિટો મળી હતી, જેના કારણે પ્રવીણ માળી જૂથમાં નારાજગી જોવા મળી હતી. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શશીકાંત પંડ્યાની જગ્યાએ પ્રવીણ માળીને ટિકિટ આપી અને અમૃત દવેએ પણ પ્રવીણ માળીને જીતાડવામાં તનતોડ મહેનત કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે અમૃત દવે અને શશીકાંત પંડ્યાનું આ મિલન આગામી ડીસા નગરપાલિકાની ચૂંટણી પર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું. રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ બંને નેતાઓ એક સાથે આવે તો ઉમેદવારોની પસંદગીમાં નવા સમીકરણો જોવા મળી શકે છે. આ ઘટનાએ ભાજપના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને આગામી સમયમાં ડીસાના રાજકારણમાં નવા વળાંકો જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર