પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ મથકે એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વારાહી એપીએમસી માર્કેટમાં જયવીર ટ્રેડર્સના માલિક પ્રવીણકુમાર જેહાભાઈ ચૌધરીએ ઊંઝા માર્કેટના એજન્ટ અમરતભાઈ જેશંગભાઈ ચૌધરી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો મુજબ, પ્રવીણકુમાર છેલ્લા પાંચ વર્ષથી વારાહી ગંજબજારમાં જીરું, વરિયાળી અને ઈસબગુલનો વેપાર કરે છે. આરોપી અમરતભાઈ ચૌધરી ઊંઝા માર્કેટમાંએજન્ટ તરીકે કામ કરતા હોવાથી અને સમાન સમાજના હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો.આ વિશ્વાસના આધારે, ફરિયાદી પ્રવીણકુમારે 20 માર્ચ, 2024 થી 13 જુલાઈ, 2024 દરમિયાન અમરતભાઈને એજન્ટ તરીકે વેચાણ કરવા માટે જીરું, ઈસબગુલ અને સુવાનો માલ ગાડીઓ ભરીને મોકલ્યો હતો. આ સમયગાળામાં કુલ રૂ.10,34,34,360 નો માલ વેચવામાં આવ્યો હતો.આરોપીએ વેચાણ પેટે રૂ.9,09,34,360 ફરિયાદીને ચુકવી આપ્યા હતા, પરંતુ બાકી નીકળતી 3. 1.25.00.000 ની રકમ વારંવાર માંગવા છતાં ચૂકવી ન હતી. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર પાવતીઓ મોકલી હતી અને છેતરપિંડીના ઈરાદે સહી કરેલા કોરા ચેકો પણ આપ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ ઊંઝા એપીએમસી માર્કેટની વિવિધ પેઢીઓમાં એજન્ટ તરીકે માલ વેચીને કમિશન અને માલની રકમ મેળવી લીધી હતી, પરંતુ મૂળ રકમ ફરિયાદીને પહોંચાડી ન હતી. તેણે ખોટા વાયદા કરીને વિશ્વાસઘાત કર્યો હતો. વારાહી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વારાહીના વેપારી સાથે રૂ.1.25 કરોડની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

સંબંધિત સમાચાર
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
16 કલાક પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
16 કલાક પહેલા
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
4 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
5 દિવસ પહેલા
