રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 શાંતિપૂર્ણ માહોલમાં સુવ્યવસ્થિત રથયાત્રા યોજવા અપીલ

ડીસા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રાના આયોજકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

66.jpg 150.26 KB
બેઠકમાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. કોટવાલ, ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર. ખત્રી તેમજ ડીસા પાલિકાના પ્રમુખ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે આયોજકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.પોલીસ દ્વારા ખાસ કરીને રથયાત્રા દરમિયાન ડીજે સાઉન્ડનો અવાજ નિયત મર્યાદામાં રાખવા સાઉન્ડ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ ધાર્મિક ભાવનાઓનું સન્માન થાય તે માટે સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુએ જણાવ્યું હતું કે, રથયાત્રાના માર્ગ પર રખડતા પશુઓને કારણે કોઈ અવરોધ કે અકસ્માત સર્જાય નહીં તે માટે પાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બેઠકના અંતે તમામ સમાજના આગેવાનોએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર