રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાની સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી

ડીસાની  સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર સિવિલ હોસ્પિટલનું બોર્ડ ન લાગતાં દર્દીઓને હાલાકી
સિવિલ હોસ્પિટલનું બોર્ડ લાગેલું હોય તો રસ્તા ઉપરથી પણ જોઈ શકાય : પ્રજાજનો ડીસાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અંગે એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો ના અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ આ સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પર ઓળખનો બોર્ડ જ લાગેલો નથી. પરિણામે રોજબરોજ સારવાર માટે આવતા દર્દીઓ તેમજ તેમના સ્વજનોને હોસ્પિટલ શોધવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દૂરદૂરથી આવનારા દર્દીઓને સહિત અન્ય લોકોને પ્રવેશદ્વાર પર કોઈ સિવિલ હોસ્પિટલનું બોર્ડ લગાવેલ ન હોઇ શોધખોળ કરવી પડતી હોય છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી. હોસ્પિટલ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં હોવા છતાં, માર્ગદર્શક બોર્ડ ન હોવાને કારણે વાહનચાલકો, એમ્બ્યુલન્સ અને પેશન્ટોને વારંવાર લોકો પાસેથી પૂછપરછ કરવી પડે છે. દર્દી સેવા માટે બનાવવામાં આવેલ આ સંસ્થા પોતાનાં મુખ્ય દરવાજા પર નામફલક વિના કાર્યરત હોવું તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ ગણાઈ રહ્યું છે. સામાજિક આગેવાનો તથા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ઓળખનો સ્પષ્ટ અને મોટા કદનો બોર્ડ લગાવવાની માંગ ઉઠાવી છે. તેઓનું કહેવુ છે કે, હોસ્પિટલ જેવી જાહેર સેવા સંસ્થાએ સુવિધા, માર્ગદર્શન અને વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રથમ જવાબદારી છે. હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ ફરિયાદ પર કેટલું તાત્કાલિક ધ્યાન આપે છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર