પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભામા અધિકારીઓ-કર્મીઓ ગેરહાજર રહેતા સભાનો ફિયાસ્કો

ઉપપ્રમુખે બોલાવેલી સભાના બે કામ આગામી બોર્ડમાં સમાવિષ્ઠ કરાતાં સભા મુલત્વી
પાટણ નગરપાલિકામાં ઉપપ્રમુખ દ્વારા બે મહત્વના કામો માટે બોલાવવામાં આવેલી ખાસ સામાન્ય સભામાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર રહ્યા ન હતા વિપક્ષી નેતા ભરત ભાટિયાએ આ ઘટનાને લોકશાહી અને નગરપાલિકા એક્ટનું ઉલ્લંઘન ગણાવી શાસક પક્ષ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તો ખાસ સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે જ અધ્યક્ષ હીનાબેન શાહે બે કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પરંતુ આ બંને કામો આગામી 29મી તારીખે યોજાનાર બોર્ડમાં સમાવેશ થઈ જતા આ બોર્ડ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી, જેની સામે વિપક્ષે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપો કર્યા છે.નગરપાલિકા એક્ટની જોગવાઈ મુજબ પાટણ નગરપાલિકાના અંદાજે 15 સભ્યોએ પ્રમુખને ખાસ સામાન્ય સભા બોલાવવા વિનંતી કરી હતી. નિયમ અનુસાર પ્રમુખ પાસે નિર્ણય લેવા માટે 15 દિવસની સમયમર્યાદા હોય છે, પરંતુ નિર્ધારિત સમયમાં પ્રમુખ કે ચીફ ઓફિસરે સભા બોલાવવાનો કોઈ નિર્ણય ન લેતા, અંતે ઉપપ્રમુખે પોતાની સત્તાનો ઉપયોગ કરી ખાસ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું.
આ સભામાં ટેન્ડર પ્રક્રિયામાં વિસંગતતા અંગેનો પ્રાદેશિક કમિશનરનો કારોબારી ઠરાવ અને બસસ્ટેન્ડ પાસેના ડિવાઈડર બાબતે કલેક્ટરના 19-11 2002ના પત્ર અંગે ચર્ચા કરવાના બે મુખ્ય એજન્ડા રાખવામાં આવ્યા હતા. કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, જ્યારે ઉપપ્રમુખ દ્વારા કાયદેસરની સભા બોલાવવામાં આવી હોય ત્યારે ચીફ ઓફિસર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ (OS) અને તમામ શાખાના વડાઓની હાજરી અનિવાર્ય હોય છે. જોકે, આ સભામાં એક પટાવાળો પણ હાજર રહ્યો ન હતો, જે વહીવટી તંત્રની નિષ્ફળતા સૂચવે છે. ભાટિયાએ આક્ષેપ કર્યો હતો કે જો શાસક પક્ષ સાચો હોય અને કોઈ ભ્રષ્ટાચાર ન થયો હોય, તો તેઓ સામાન્ય સભાનો સામનો કરવાથી કેમ ગભરાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અધિકારીઓની ગેરહાજરી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને પાટણની જનતાના વિશ્વાસનો દ્રોહ છે.આ સભાનો ફિયાસ્કો થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે જવાબદાર કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવશે. ભાટિયાના મતે, વિકાસના કામોને અવરોધવાનું અને કાયદાકીય પ્રક્રિયાઓને ફગાવી દેવાનું કામ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ છુપાવવા માટે જ જાણી જોઈને આ સભા ચાલવા દેવામાં આવી નથી તેવો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પાટણ નગરપાલિકામાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
