રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર માર્બલ & ગ્રેનાઇટ એસોસિએશનનો તુર્કીનો બહિષ્કાર કરવાનો નિર્ણય

પાલનપુર માર્બલ & ગ્રેનાઇટ એસોસિએશનનો તુર્કીનો બહિષ્કાર કરવાનો નિર્ણય
પાકિસ્તાનને સમર્થન આપવા સામે તુર્કીના બાયકોટ કરવાનો નિર્ણય; જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. ત્યારે તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપતા ભારતવાસીઓ હચમચી ઉઠ્યા છે. દેશભરમાંથી તુર્કી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ત્યારે પાલનપુરના માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને પણ તુર્કીના બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સાથેના સંભવિત યુદ્ધના તણાવ વચ્ચે તુર્કીએ પાકિસ્તાનને સાથ આપતા ડ્રોન સહિતના શસ્ત્રો આપ્યા હતા. તુર્કીમાં ભૂકંપ ટાણે ભારતે મદદ કરી હોવા છતાં તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપતા ભારતભરમાં તુર્કી સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. આપણા સાથે વ્યાપાર કરી આપણા રૂપિયાનો આપણા વિરોધમાં ઉપયોગ કરનાર તુર્કીને પાઠ ભણાવવા તેનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. દેશના ટૂર ઓપરેટરોએ તુર્કીના પ્રવાસ રદ કર્યા છે. ફ્રુટ અને ડ્રાયફ્રુટ માર્કેટએ પણ વિરોધ જતાવ્યો છે. ત્યારે પાલનપુર માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશન દ્વારા પણ તુર્કીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરતા તુર્કીના માર્બલ અને ગ્રેનાઈટની ખરીદી નહિ કરવાનો નિર્ણય કર્યો હોવાનું માર્બલ & ગ્રેનાઇટ ફાઉન્ડેશન, પાલનપુરના પ્રમુખ ડાહ્યાભાઈ એન.પટેલ અને સેક્રેટરી પરેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર