રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 માર્ચ, 2026| Super Admin

ડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું

ડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું

રૂ.36 કરોડના ખર્ચે બ્રિજ બનશે 20 ગામને સીધો ફાયદો થશે

 બનાસકાંઠાના ડીસા પાસે બનાસ નદી ઉપર ડોલીવાસથી માલગઢ સુધીના સબમર્સીબલ બ્રિજનું ખાતમુર્હુત રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાંથી માલગઢ ગામ સહિત અંદાજિત 20 જેટલા ગામોના લોકોને અવરજ્વર માટે બનાસ નદી ઉપરના બ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો. અને આ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી સાથે અંતર પણ વધી જવાના કારણે ઇંધણનો પણ ખર્ચ થઈ રહ્યો હતો. જેથી માલગઢ ગામના આગેવાનો દ્વારા માલગઢ ગામથી ડોલી વાસ સુધીના બ્રિજની માગણી કરવામાં આવી હતી. અને જે માગણી બાદ ડીસા ના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા સરકાર પાસે સબમર્સીબલ બ્રિજની માગણી ની કરી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે રૂપિયા 36 કરોડના ખર્ચે આ બ્રિજની મંજૂરી આપી હતી. અને જેનું ખાતમૃહુત મંત્રી પ્રવીણ માળીના હસ્તે સોમવારે સવારે કરવામાં આવ્યું હતું.

 આ પ્રસંગે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ સબમર્સીબલ બ્રિજના કારણે 20 જેટલા ગામોના લોકોને અવર-જવરમાં સહેલાઇ રહેશે ઇંધણની બચત થશે અને સમયનો પણ બચત થશે સાથે ભારે ટ્રાફિક વાળા બનાસ બ્રિજ પર ચાલવાથી અવર નવર અકસ્માતો થઈ રહ્યા હતા તે પણ ઘટશે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. અને 20 કામના લોકોને અવરજવરમાં સહેલાઈ પડશે. રાજ્ય સરકારે પ્રજાના હિતલક્ષી નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો પણ આભારી છું. આ બ્રિજના ખાતમૃહુત પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી સહિત મગનલાલ માળી અને રાજકીય આગેવાનો અને માલગઢ ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર