વાવ તાલુકાના વાસરડા ગામે રહેતા મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર ઉવ.(19) નામના યુવક ને તારીખ (10) જુલાઈ ના રોજ ગામના જ એક યુવક જોડે માથાકૂટ થતાં મહેન્દ્રભાઈ પરમાર ને માર મારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા યુવકે ઘેર આવી તેના મોટા બાપા ને આ બાબત ની જાણ કરી બીજા દિવસે (11) જુલાઈ ના રોજ ગુમ થઈ જતાં પરીવાર જનોએ આ બાબત ની વાવ પોલીસ ને જાણ કરતાં વાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે ગત રોજ (12) જૂનના રોજ વાસરડા ગામે આવેલ 50 ફૂટ ઊંડા અવાવર કુવામાં આ લાશ જોવા મળતાં થરાદ ખાતે થી તરવૈયા ને બોલાવી મૂર્ત દેહ ને બહાર નીકાળ્યો હતો. જો કે તેની પાસે થી કોઈ વસ્તુ મળી આવી નહતી પોલીસે તેનો મોબાઈલ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. મૂર્તક મહેન્દ્રના પરિવાર જનોએ આક્ષેપ કર્યો હતો કે મહેન્દ્રને ગામના જ યુવકે મારમારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા કાં તો તે મરવા મજબુર બન્યો છે. અથવા તેને મારી આ કુવામાં નાખી દેવાયો હોવાના આક્ષેપ થતાં મરનાર યુવકની હત્યા આત્મહત્યા કે પછી મરવા મજબુર જેવા સવાલો ચર્ચા ના એરણે ચડ્યા છે. જો કે મૂર્તકના મૂર્તદેહને પી.એમ ખાતે વાવ રેફરલમાં લવાયો છે. જ્યારે મૂર્તકના પરિવાર જનો મૂર્તકના ન્યાય માટે ફરિયાદ આપી છે. હવે જોવાનું એ રહ્યું કે વાવ પોલીસ મથક ખાતે હત્યા આત્મહત્યા કે મરવા મજબુરનો કયો ગુનો નોંધાય છે. આ લખાય છે ત્યાં સુધી કઈ ફરિયાદ નોંધાવી જે અંગે પીડિત જનો એડવોકેટ સાથે પોલીસ મથકે હોવાનું જાણવા મળેલ છે.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
વાવના વાસરડા ગામના યુવકની હત્યા કે આત્મહત્યા..! પાછળ ઘૂંટાતું રહસ્ય

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav taluka#Investigation#caste discrimination#legal proceedings#Family Allegations#Assault Incident#Vav Police#Missing Person Case#Vasarda Village#Awavar Well#Community Tension#Justice for Victim
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
