હિંમતનગર રેલવે સ્ટેશન પરથી બે દિવસ પહેલા ગુમ થયેલા 30 વર્ષીય દિવ્યાંગ સંદીપભાઈને જીઆરપી પોલીસે શોધી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજની મદદથી તેને શોધી પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના ડુંગરપુરના સલાટવાળામાં શિલ્પી મહોલ્લામાં રહેતા પ્રેમીલાબેન અને તેમના પતિ પ્રકાશભાઈ સોમપુરા 4 સપ્ટેમ્બરના રોજ તેમના દિવ્યાંગ દીકરા સંદીપભાઈને લઈને વિરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં હિંમતનગર આવ્યા હતા. તેઓ આરોગ્યનગરમાં આવેલી આવકાર માનસિક હોસ્પિટલમાં ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેઓ પરત ડુંગરપુર જવા માટે હિંમતનગર રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. રેલવે સ્ટેશન પર પ્રકાશભાઈ સંદીપને શૌચાલય લઈ ગયા હતા. તે સમયે ચિત્તોડગઢ-અસારવા મેમુ ટ્રેન આવતા, ટ્રેનમાં બેસવાની ઉતાવળમાં અને મુસાફરોની ભીડમાં સંદીપ ગુમ થઈ ગયો હતો. માતા-પિતાએ ટ્રેનમાંથી ઉતરીને સંદીપની શોધખોળ કરી, પરંતુ તે મળ્યો નહીં. તેમણે શહેરના બસ સ્ટેન્ડ વિસ્તાર, મોતીપુરા વિસ્તાર અને અન્ય જગ્યાઓ પર પણ શોધખોળ કરી હતી. સંદીપ ન મળતા, તેના પરિવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર આવેલી જીઆરપી ચોકીમાં જાણ કરી હતી. અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ જાહેરાત આપવામાં આવી હતી. અધિક પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ (આઈ.પી.એસ), રેલવેઝ, ગુજરાત અને પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા (આઈ.પી.એસ), પ.રે, અમદાવાદની સૂચનાથી ડીવાયએસપી ચેતન મુંધવા, પ.રે અમદાવાદ અને પીઆઈ એ.પી. ગામીતના માર્ગદર્શન હેઠળ ગુમ થવા અંગેની જાણવાજોગ નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અધિકારી વિજય દેસાઈ અને સાથી જીઆરપી પોલીસ કર્મીઓએ સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. રવિવારે મોડી સાંજે, 30 વર્ષીય દિવ્યાંગ સંદીપ હિંમતનગરના બેરણા ગામના બસ સ્ટેન્ડ પર એક દુકાન આગળ બેઠેલો મળી આવ્યો હતો. પોલીસે તેને ચોકી પર લાવી, હિંમતનગર સિવિલમાં તપાસ કરાવ્યા બાદ પરિવારજનોને સુપરત કર્યો હતો.
હિંમતનગર રેલવે સ્ટેશનથી ગુમ દિવ્યાંગ યુવક મળ્યો : પોલીસે પરિવારને સોંપ્યો

ટેગ્સ:#Police#railway station#Himmatnagar#CCTV footage#GRP Police#Sandeepbhai#Awakar Mental Hospital#Express train
સંબંધિત સમાચાર
સાબરકાંઠામેઘરજમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: અરવલ્લીમાં ૩૫ લાખ રોપા વાવવાનું લક્ષ્ય
18 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં રેડ ક્રોસ સોસાયટીના નવીન ભવનનું ભૂમિપૂજન: માનવસેવા માટે ધમધમશે નવું સંકુલ
1 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર પોલીસની લાલ આંખ: આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે કડક ટ્રાફિક ડ્રાઇવ શરૂ
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ
4 દિવસ પહેલા
