બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી: ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળા ના બીજા દિવસે અંબાજી પધાર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પ ની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમજ સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. એ.આઇ ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃતિઓ પર બાઝ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરિ ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કૅમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Harsh Sanghvi#Ambaji temple#CCTV Surveillance#Service Camps#Gujarat Festivals#Minister of State for Home#Bhadarvi Poonam Mela#AI in Public Safety#District Police Control Room#Ambaji Visit#Maha Mela 2025
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
