રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

સુઇગામના નડાબેટ ખાતે વીર જવાનો સાથે મંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

સુઇગામના નડાબેટ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વ  નિમિતે સરહદ પર દેશની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવતા વીર જવાનો સાથે રક્ષાબંધન ના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારના આ મહત્વપૂર્ણ સ્થળે યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારથી દૂર રહી રાષ્ટ્રસેવામાં સમર્પિત જવાનો પ્રત્યે સ્નેહ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો.
રાજ્ય કક્ષાના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.જે પ્રસંગે જવાનોની ફરજ, શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમને બિરદાવવામાં આવ્યા હતા. કપરા હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ સરહદની સુરક્ષા માટે અડગ રહી ફરજ બજાવતા જવાનો દેશવાસીઓ માટે એક પ્રેરણારૂપ છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સરહદો પર જવાનોની નિષ્ઠા અને સમર્પણને કારણે સમગ્ર દેશ સુરક્ષિત અને નિશ્ચિંત છે. રક્ષાબંધનનો પર્વ માત્ર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક નથી, પરંતુ દેશની રક્ષા કરનારા જવાનો સાથેના અતૂટ લાગણીસભર બંધનને પણ વ્યક્ત કરે છે. તેમણે જવાનોના સુખ, સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સુરક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.
જે પ્રસંગે જવાનો પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, પરિવારથી દૂર રહી દેશને સર્વોપરી માનીને ફરજ બજાવતા જવાનોના ત્યાગને દેશ ક્યારેય ભૂલી શકે નહીં. સરહદ પર જવાનોનું સમર્પણ છે, એટલે દેશ સુરક્ષિત છે અને દેશવાસીઓ તહેવારો આનંદપૂર્વક ઉજવી શકે છે. કાર્યક્રમ અંતે જવાનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ સાથે તેમના અવિરત રાષ્ટ્રસેવા માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Suigam

સંબંધિત સમાચાર