રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ26 જુલાઈ, 2025| Super Admin

કેબિનેટ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિ.ખાતે મીની મેરેથોન યોજાઈ

કેબિનેટ મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં સિધ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિ.ખાતે મીની મેરેથોન યોજાઈ
કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને બિરદાવતાં કેબિનેટ મંત્રી..! ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર ખાતે શનિવારે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનને કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. કારગિલ યુદ્ધના શહીદોની શૌર્યગાથાને યાદ કરવા અને યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના ઉદ્દેશ્યથી આ મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીથી એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુર સુધી યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજનો દિવસ રાષ્ટ્રગૌરવ અને બલિદાનને નમન કરવાનો દિવસ છે. કારગિલ વિજય દિવસના 26 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા આયોજિત "મીની મેરેથોન" માં ઉત્સાહ અને ઉર્જા સાથે સૌ લોકો અને વિધાર્થીઓ જોડાયા છે. કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શૂરવીર શહીદોના બલિદાનને હું વંદન કરું છું. આપણી યુવા પેઢી માટે મેરાથોન માત્ર શારીરિક કસરત નહીં, પણ શિસ્ત, દૃઢ નિશ્ચય, દેશપ્રેમ અને ટીમ વર્ક  ગુણવત્તાઓ વિકસાવવનું ઉત્તમ સાધન છે. આ મેરોથન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું છે. જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનું સંચાર થાય છે તેમ જણાવી મંત્રીએ કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના અદમ્ય સાહસ અને બલિદાનને  બિરદાવ્યા હતાં.

સંબંધિત સમાચાર