રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
મહેસાણા4 જૂન, 2026| Super Admin

મહેસાણા સુરત ચીટિંગ કેસમાં મોટો પર્દાફાશ, ઉનાવા પોલીસે બે સાગરીતો ને ઝડપ્યા

મહેસાણા સુરત ચીટિંગ કેસમાં મોટો પર્દાફાશ, ઉનાવા પોલીસે બે સાગરીતો ને ઝડપ્યા

આંગડિયા પેઢીના નામે ખેલાયો હતો ખેલ

સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 2 કરોડની મસમોટી છેતરપિંડીના ગુનામાં મહેસાણાની ઉનાવા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગત 30 મે 2026ના રોજ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેમાં સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી 'આકાશ જ્ઞાનેશ્વર તથા પટેલ મુકેશકુમાર એન્ડ કંપની' આંગડિયા પેઢીના વહીવટકર્તાઓએ ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ રૂ‌પિયા 2 કરોડ આંગડિયા પેઢીમાં જમા કરાવવા જણાવ્યું હતું. અને તેના બદલામાં લીટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટી ટ્રસ્ટમાં રૂ. 4 કરોડ RTGSથી મોકલી આપવાની લાલચ આપી હતી. જોકે, ફરિયાદીના 2 કરોડ રૂપિયા પડાવી લઈને આરોપીઓએ કોઈ RTGS ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. 

આ ગુનાના આરોપીઓ મહેસાણાના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી ઉનાવા પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ સોમાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈને મળી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) એસ.વી.પઢારીયાના સુપરવિઝન હેઠળ પોલીસે આ શંકાસ્પદ સ્થળે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી બંને મુખ્ય આરોપીઓ પટેલ જયેશકુમાર હરગોવિંદભાઈ (મૂળ રહે. કરણપુર કરલી, તા. ઊંઝા, જી. મહેસાણા, હાલ રહે. સુરત શહેર) શર્મા જીતેન્દ્ર મીતાનંદ (રહે. અલથાણ, સુરત શહેર) ઝડપાયા હતા.

 મહેસાણા જિલ્લામાં મિલકત અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ગાંધીનગર રેન્જના આઈજીપી (IGP) નરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા એસપી (SP) હિમાંશુ સોલંકી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં પીએસઆઈ એસ.વી.પઢારીયા, એએસઆઈ મહંમદ કલીમઉલ્લાખાન, હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ, સંજયકુમાર તેમજ કોન્સ્ટેબલ ધવલકુમાર અને રમેશભાઈ જોડાયા હતા.

ટેગ્સ:#mehsana#Unawa police

સંબંધિત સમાચાર