રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 મે, 2026| Super Admin

વાવ-થરાદમાં ચૂંટણી પ્રક્રિયા બાદ તલાટી કમ મંત્રીઓની મોટાપાયે આંતરિક બદલી

વાવ-થરાદમાં ચૂંટણી પ્રક્રિયા બાદ તલાટી કમ મંત્રીઓની મોટાપાયે આંતરિક બદલી

વાવ અને થરાદ પંથકમાં વહીવટી તંત્ર દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીના માર્ગદર્શન હેઠળ કુલ ૨૧૩ તલાટી કમ મંત્રીઓની બદલી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ બદલીઓ જે-તે કર્મચારીઓની સ્વ-વિનંતી અને તેમણે આપેલા વિકલ્પના આધારે કરવામાં આવી છે. આ કારણે નિયમ મુજબ બદલી પામેલા કોઈ પણ કર્મચારીને બદલી ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં.વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. તમામ ૨૧૩ તલાટીઓને પોતાની જૂની ફરજ પરથી મુક્ત થઈને નવી નિમણૂકના સ્થળે વિલંબ કર્યા વગર હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ચૂંટણીની વ્યસ્તતા બાદ હવે ગ્રામીણ સ્તરે વહીવટી કામગીરીમાં ગતિ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

સંબંધિત સમાચાર