રખેવાળ
બ્રેકિંગ
રાષ્ટ્રીય8 ડિસેમ્બર, 2025| Super Admin

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઝોન નક્સલમુક્ત જાહેર; કુખ્યાત નક્સલ કમાન્ડર રામધર મજ્જીએ 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યુ

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ ઝોન નક્સલમુક્ત જાહેર; કુખ્યાત નક્સલ કમાન્ડર રામધર મજ્જીએ 11 સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યુ
છત્તીસગઢના બકરકટ્ટામાં આજે સવારે કુખ્યાત નક્સલી કમાન્ડર રામધર મજ્જીએ આત્મસમર્પણ કર્યું. રામધર મજ્જી હિડમા સમકક્ષ નક્સલી હતો. તેની સાથે અન્ય બાર ખતરનાક નક્સલીઓએ પણ આત્મસમર્પણ કર્યું. સેન્ટ્રલ કમિટી મેમ્બર (CCM) રામધર મજ્જી માટે 1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ નક્સલીઓના આત્મસમર્પણ સાથે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ઝોન નક્સલમુક્ત બન્યા છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં રામધર મજ્જી, ત્રણ ડિવિઝનલ વાઇસ કમાન્ડર અને અન્ય મુખ્ય સભ્યોનો સમાવેશ થાય છે. તેમની પાસેથી AK-47, INSAS રાઇફલ્સ અને SLR જેવા ઘાતક શસ્ત્રો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, રામધર મજ્જી ઉત્તર બસ્તર ડિવિઝનમાં સક્રિય હતો. તેણે ખૈરાગઢના કુમ્હી ગામમાં બરકટ્ટા પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેની સાથે ડિવિઝનલ કમિટી મેમ્બર (DVCM)-રેન્ક ચંદુ ઉસેન્ડી, લલિતા, જાનકી અને પ્રેમ, તેમજ અન્ય ખતરનાક નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. આ નક્સલીઓમાંથી બે AK-47 અને INSAS હથિયારોથી સજ્જ હતા. એરિયા કમિટી મેમ્બર (ACM)-રેન્કના નક્સલી રામસિંહ દાદા અને સુકેશ પોટ્ટમે પણ આત્મસમર્પણ કર્યું. પાર્ટીના સભ્યો (PM) લક્ષ્મી, શીલા, યોગિતા, સાગર અને કવિતાએ પણ આત્મસમર્પણ કર્યું. પોલીસ તેમના નેટવર્ક અને પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી મેળવવા માટે તેમની પૂછપરછ કરી રહી છે. આત્મસમર્પણ કરનારા માઓવાદી કાર્યકરો 
  1. રામધર મજ્જી - CCM - AK47
  2. ચંદુ યુસેન્ડી - DVCM - 30 carbon
  3. લલિતા - DVCM - NIL
  4. જાનકી - DVCM - INSAS
  5. પ્રેમ - DVCM - AK4
  6. રામ સિંહ દાદા - CM -
  7. સુકેશ પોટ્ટમ - ACM - AK4
  8. લક્ષ્મી - PM - INSAS
  9. શીલા - PM - INSAS
  10. સાગર - PM - SLR
  11. કવિતા - PM -
  12. યોગિતા - PM - NIL

સંબંધિત સમાચાર