રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય20 એપ્રિલ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં 5.9 તીવ્રતાનો ભૂકંપ

(જી.એન.એસ) તા. 19

કાબુલ,

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ની બોર્ડર પર આવેલા એક વિસ્તારમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર પાડોશી દેશ ભારતના જમ્મુ કાશમીર સુધી અનુભવાઈ હતી.

આ બાબતે માહિતી અનુસાર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં આ વખતે ભૂકંપનો જોરદાર ઝટકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 86 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. જેના કારણે કાશ્મીર સુધી ભૂકંપના આફ્ટરશૉક આવતા લોકો ઘર છોડીને બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને આસપાસના વિસ્તારોમાં જોવ મળી. લોકો ભૂકંપના આંચકાઓથી ગભરાઈ ગયા. અફઘાનિસ્તાનના કેટલાક શહેરોમાં પણ આ ભૂકંપની અસર અનુભવાઈ, પરંતુ ઊંડા કેન્દ્રબિંદુના કારણે તેની વિનાશક અસર ઓછી રહી. બંને દેશોમાંથી હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર ભૂકંપ બાદની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

બપોરે 12:20 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પૂંછ વિસ્તારમાં એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ પર, જમીનથી 86 કિલોમીટર નીચે આવેલું હતું. આ આંચકાઓ કાશ્મીર ખીણ, જમ્મુ અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા. ભૂકંપની અસર પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ જોવા મળી. NCSના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં નોંધાયેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 130 કિલોમીટર નીચે હતું, જેના કારણે તેની વિનાશક અસર ઓછી રહી. જોકે, ભૂકંપના આંચકાઓએ લોકોને ગભરાટમાં મૂકી દીધા, ખાસ કરીને કાશ્મીર ખીણમાં, જ્યાં હાલમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર