વાવમાં આવેલ ટેકરીવાળા અંબાજી મંદિર પાસે ગતરોજ સાંજે ૭.૩૦ કલાકના સમયે રાષ્ટ્રીય મોરને કૂતરાઓના ઝુંડે ઘેરી અને શિકાર કરવાનો પ્રયાસ કરી ઘાયલ કરી દીધો હતો. જોકે, મંદિરમાં આરતીનો સમય હોઈ દર્શન માટે આવેલ ભક્તોની નજર આ મોર પર પડતાં તાત્કાલિક રેસ્ક્યુ કરી મોરને કૂતરાઓના ઝુંડ પાસેથી છોડાવ્યો હતો. મોરને વધુ પડતી ઇજાઓ થયેલી હોવાથી તાત્કાલિક વાવના પશુ દવાખાને લઈ જવાયો હતો જ્યાં રાત્રિના સમયે ફરજ પરના પશુ તબીબ ડો. જી.બી જોશીએ તેમજ સ્ટાફ મિત્રોએ ઈજાગ્રસ્ત મોરને ૧૨ ટાંકા લઈ પાટા બાંધીને સારવાર આપી હતી. ત્યારબાદ જીવદયા પ્રેમીઓ ભરતસિંહ રાજપૂત, રવિ મોચી, અશોક સોની, બાબાભાઈ સોની, અજય માળી, હરેશ ભાટી તેમજ વસતાભાઈ નાઈએ થરાદ વન વિભાગની કચેરી ખાતે મોકલી મોરને જીવતદાન અપાવ્યું હતું.
વાવમાં જીવદયા પ્રેમીઓએ ઘાયલ મોરનો જીવ બચાવ્યો

ટેગ્સ:#vav#Ambaji temple#Forest Department#Animal Rescue#Dog Attack#Wildlife Protection#Life-saving Enthusiasts#Injured Peacock#Veterinary Care#Animal Hospital#Public Awareness on Wildlife
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
4 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
4 દિવસ પહેલા
