રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી

પાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી

શિવભક્તોએ સંગીતમય ધૂન સાથે નીલકંઠ મહાદેવમાં જળાભિષેક કર્યો

પાટણ શહેરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે કાવડયાત્રા પરિવાર દ્વારા ચોથી કાવડયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ભક્તોએ પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કર્યો હતો.આ કાવડયાત્રા સવારે 8 વાગ્યે છત્રપતિ મહાદેવ મંદિરેથી શરૂ થઈ હતી. સંગીતમય ધૂન અને 'હર હર મહાદેવ'ના નાદ સાથે આ યાત્રા પાટણના મુખ્ય બજારોમાંથી પસાર થઈ હતી.

યાત્રા પંચોલી પાટી સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. અહીં તમામ શિવભક્તોએ ભગવાન શિવજીને જળ ચડાવી ભક્તિ કરી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર સાથે અગિયારસનો શુભસંયોગ હોવાથી આ દિવસે શિવભક્તિનું ખાસ મહત્વ હોય છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર