રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 નવેમ્બર, 2024| Super Admin

જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા

જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ જિલ્લામાં ૧૯ નવેમ્બરથી લઈને ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને સન્માનિત કરાયા સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ ૨ના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા તારીખ ૧૯ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ "વિશ્વ શૌચાલય દિવસ" નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવા માટે જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારુ અમલીકરણ માટે સૂચનો કર્યા હતા. જિલ્લામાં ૧૯ નવેમ્બરથી "આપણું શૌચાલય: આપણું સન્માન" અભિયાનની શરૂઆત કરાઈ છે, જેમાં જિલ્લામાં આગામી ૧૦ ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા કલેકટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સરપંચઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા આ સાથે સરકારની સહાયથી શૌચાલય બનાવનાર પાંચ જેટલા લાભાર્થીઓને વહીવટી મંજુરી હુકમો એનાયત કરાયા હતા. 

સરકારની ગાઇડલાઈન મુજબ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે,જેમાં ગ્રામ્ય સ્તરે તથા બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરવી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઇડ કરીને ફરી ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકાર, વીજળી વગેરે સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓમાં શૌચાલયની જરૂરિયાત માટે અસેસમેંટ કરી CSR અથવા ઉપલબ્ધ અન્ય ભંડોળના ઉપયોગથી સંસ્થાઓમાં પણ સૌચાલય બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર