રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા30 જૂન, 2026| Super Admin

કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

કાંકરેજના રાનેરમાં કદમ સેવા ફાઉન્ડેશન દ્વારા દરબાર સમાજની 8 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

કાંકરેજ તાલુકાના રાનેર ગામે કદમ સેવા ફાઉન્ડેશનના સૌજન્યથી તથા પ્રમુખ જાદવ કનુભા વી.ના માર્ગદર્શન હેઠળ પાંચમા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરબાર સમાજની 8 દીકરીઓ વૈદિક વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈ પોતાના નવા જીવનમાં પ્રવેશી હતી.

સમારોહમાં ગામના સરપંચ ચતુરસિંહ જાદવ, જોષી પ્રવીણભાઈ, આચાર્ય દવે રતુભાઈ, મહારાજ ચાણોદ હરેશભાઈ સહિત સમાજના આગેવાનો, મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત સમૂહ લગ્ન યોજાયેલા સ્થળે વૃદ્ધોની સેવા અને સંભાળ માટે નિર્માણ પામનારા વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પહેલને સમાજના આગેવાનો અને ગ્રામજનોએ આવકારી હતી.

કાર્યક્રમના સફળ આયોજનમાં મદારસિંહ સમૌવાળા અને તેમની ટીમે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાભાવના માહોલમાં સંપન્ન થયો હતો. સમાજના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્ન સામાજિક એકતા, સાદગી અને દીકરીઓના કલ્યાણ માટે પ્રેરણારૂપ બન્યા હતા.

સંબંધિત સમાચાર