રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ

પાટણ જિલ્લાના સિધ્ધપુરથી ૪૨ વર્ષથી માઁ અંબાના દર્શને પધારતો જય અંબે પગપાળા સંઘ
સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને માઁ અંબાના દર્શને પહોંચ્યો જય અંબે પગપાળા સંઘ; ભાદરવી પૂનમ મહામેળામાં માઁ અંબાના દર્શને અનેક યાત્રાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુ માઁ અંબાના મંદિરમાં શિશ ઝુકાવી દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના સિધ્ધપુરથી જય અંબે પગપાળા સંઘ માઁ અંબાના દર્શને આજે આવી પહોંચ્યો છે. જય અંબે પગપાળા સંઘના પદયાત્રી દિનેશભાઈ પટેલ જણાવે છે કે, અમે સિદ્ધપુરથી 42 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ. 400 થી 500 જેટલા પદયાત્રીઓ સાથે અમારો સંઘ માં અંબાના દર્શને આવે છે. બે વખત અમે સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈને મા અંબાના દર્શને આવ્યા છીએ આ વખતે પણ અમારો સંઘ સવા પાંચ કિલો ચાંદીનો ગરબો લઈ શ્રદ્ધાથી માઁ અંબાના ધામે પહોંચ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારો સંઘ કોઈપણ પ્રકારની તકલીફ વિના માઁ અંબાના નિજધામમાં આજે પહોંચી ગયો છે. આ દરમિયાન વચ્ચે અનેક સેવા કેમ્પો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે આ સેવાઓનો લાભ અમારા સંઘને પણ મળ્યો છે અને તંત્ર દ્વારા પણ બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પણ જેથી અમને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી.

સંબંધિત સમાચાર