રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય22 મે, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કેનેડા, રશિયા, બ્રિટેન સહિત 31 દેશોના રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત દરમિયાન ઈઝરાયલ દ્વારા ફાયરિંગ

કેનેડા, રશિયા, બ્રિટેન સહિત 31 દેશોના રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત દરમિયાન ઈઝરાયલ દ્વારા ફાયરિંગ

રાજદ્વારીઓની પેલેસ્ટાઈન મુલાકાત દરમિયાન જ ઈઝરાયલ દ્વારા ફાયરિંગ કરતા હોબાળ મચ્યો 

(જી.એન.એસ) તા. 22

પેલેસ્ટાઈન,

ઈઝરાયલ પર પણ આરોપ લગાવવમાં આવી રહ્યો છે કે, તેણે વેસ્ટ બેન્કમાં 31 દેશના રાજદૂતો પર ફાયરિંગ કરી છે. જોકે, આ ગોળીબાર તેમને નિશાન બનાવવા માટે નહતો કરાયો, પરંતુ તેમને ચેતવણી આપવા માટે કરવામાં આવ્યો હતો કે તેમની અહીં જરૂર નથી. મળતી માહિતી મુજબ, આ હુમલો બુધવારે (21 મે) એવા સમયે થયો જ્યારે કુલ 25 રાજદ્વારીઓ ઈઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં જેનિન પહોંચ્યા. આ દરમિયાન ઈઝરાયલી સેનાએ ગોળીબાર કર્યો હતો. હાલ આ ગોળીબારની નિંદા થઈ રહી છે.

આ સમગ્ર ઘટના ના સોશિયલ મીડિયા પર ઘણા ફૂટેજ પણ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે આ રાજદ્વારીઓ મીડિયાને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. આ દરમિયાન, તેમની નજીક જ ગોળીબાર કરવામાં આવે છે. જેના કારણે રાજદ્વારીઓ ગભરાઈ જાય છે અને આશ્રય લેવા માટે ભાગવા લાગે છે. આ રાજદ્વારીઓમાં 31 દેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. તેમાંથી ઘણા રાજદૂત છે અને કેટલાક દૂતાવાસના સ્ટાફ છે. આ દેશોમાં ઈટલી, કેનેડા, ઇજિપ્ત, ચીન, રશિયા, જોર્ડન, બ્રિટન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ઘણા શક્તિશાળી દેશોના રાજદ્વારીઓ પર ચેતવણીરૂપે કરવામાં આવેલા આ ગોળીબારની વૈશ્વિક સ્તરે નિંદા થઈ રહી છે. જેના કારણે આગામી સમયમાં ઈઝરાયલને મુશ્કેલી પડી શકે છે. 

આ મામલે મળતી માહિતી મુજબ, રાજદ્વારીઓનું આ જૂથ પેલેસ્ટાઇનની ઓથોરિટી દ્વારા આયોજિત પ્રવાસ પર ગયું હતું. પેલેસ્ટાઇનના વહીવટીતંત્રે તેમને ત્યાં માનવાધિકાર ઉલ્લંઘનની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બોલાવ્યા હતા. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, આ યાત્રા પૂર્વ મંજૂરી સાથે કરવામાં આવી રહી હતી, પરંતુ તેનો રૂટ ખોટો હતો. આ રાજદ્વારીઓ પૂર્વનિર્ધારિત માર્ગની વિરુદ્ધ જઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેમને ગંભીર ચિંતાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતવણી આપીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. હવે આ મામલાએ તણાવ વધારી દીધો છે. કેનેડા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશોએ ઇઝરાયલી રાજદૂતોને બોલાવીને આ ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.



Source link

સંબંધિત સમાચાર