રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય26 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઈરાને બનાવી ભૂગર્ભમાં “મિસાઈલ સિટી”; સૈન્ય શક્તિનું પ્રદર્શનનો વિડીયો કર્યો જાહેર

ઈરાને બનાવી ભૂગર્ભમાં “મિસાઈલ સિટી”; સૈન્ય શક્તિનું પ્રદર્શનનો વિડીયો કર્યો જાહેર

ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ

(જી.એન.એસ) તા. 26

તેહરાન,

ઈરાન પણ સક્ષમ છે તેવું વધુ એક પુરવાર કરવાનો પ્રયાસ, ઇરાને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અંડરગ્રાઉન્ડ “મિસાઈલ શહેર”નો એક નવો વીડિયો બહાર પાડ્યો છે. તેમાં એક લાંબી ટનલમાં ઘાતક હથિયારોનો ભંડાર દેખાઈ રહ્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ વીડિયોમાં, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાગેરી અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સ કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ એક ટનલની અંદર મિસાઈલ બેઝની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે.

ઈરાની મીડિયા દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું છે કે આ અંડરગ્રાઉન્ડ સ્થળે વિવિધ પ્રકારની બેલિસ્ટિક મિસાઇલો રાખવામાં આવી છે છે. આ વીડિયો સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને ખતરનાક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે,સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા અને કડક જવાબ આપવા સક્ષમ છે.       

લગભગ 85 સેકન્ડના આ વીડિયોમાં ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ હુસૈન બાગેરી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એરોસ્પેસ ફોર્સના કમાન્ડર અમીર અલી હાજીઝાદેહ ઈરાનની સૌથી અદ્યતન મિસાઈલો અને રોકેટ વચ્ચેથી પસાર થતા જોઈ શકાય છે. તેમાં ખૈબર શિકાન, કાદર-એચ, સાજિલ, હાઝ કાસિમ અને પાવ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાક શસ્ત્રોનો ઉપયોગ ઈરાને ગયા વર્ષે ઇઝરાયલ પરના હુમલામાં કર્યો હતો. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર