રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 નવેમ્બર, 2024| Super Admin

ડીસાના ભોયણની શેત્રુજય સોસાયટીમાં વાહન ચોર ટોળકીનો આંતક; બે ઇકો કારની ઉઠાંતરી કરી

ડીસાના ભોયણની શેત્રુજય સોસાયટીમાં વાહન ચોર ટોળકીનો આંતક; બે ઇકો કારની ઉઠાંતરી કરી

પંદર દિવસમાં બે ઇકો કારની ઉઠાંતરી કરી ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલ શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બાબતે ડીસા તાલુકા પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઠંડીની શરૂઆત થતાની સાથે જ વાહન ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા જ ચોરીઓની ઘટનામાં વધારો થાય છે.અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર રહેણાંક મકાનો અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં જ શત્રુંજય સોસાયટીમાંથી બે ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારોને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું ? તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આજે શત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર