રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ6 જૂન, 2026| Super Admin

સિધ્ધપુરમાં રૂ. 16.38 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી અપાઈ

સિધ્ધપુરમાં રૂ. 16.38 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી અપાઈ

સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને તાલીમ મળશે

સિધ્ધપુર શહેરમાં રમતગમતના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે."સ્વર્ણિમ જયંતિ મુખ્ય

મંત્રી શહેરી વિકાસ યોજના" અંતર્ગત 'આગવી ઓળખ' ઘટક હેઠળ રૂપિયા 16.38 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાનિર્માણને મંજૂરી આપવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટને  ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પ્રયાસો અને ભલામણના પગલે મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.આ અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણથી સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને શ્રેષ્ઠ તાલીમ મળી રહેશે. આનાથી સિધ્ધપુર રમતગમત ક્ષેત્રે રાજ્ય અને દેશભરમાં નવી ઓળખ પ્રાપ્ત કરશે.આ પ્રોજેક્ટ માટે શરૂઆતથી જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અનિતાબેન પટેલ, પૂર્વ ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, પૂર્વ કારોબારી ચેરમેન રશ્મિન દવે, તેમજ રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના પૂર્વ ચેરમેન ભાવેશ રાજ્યગુરુ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. 

તેમણે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતને આ અંગે રજૂઆત અને ભલામણ કરી હતી.આ દરખાસ્તના આધારે, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકાર સ્તરે રજૂઆત કરી હતી. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ દ્વારા "સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના"ના 'આગવી ઓળખ' ઘટક હેઠળ આ પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપવામાંઆવી છે.પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વર્તમાન નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, ઉપપ્રમુખ પ્રમોદ પટેલ, અને કારોબારી ચેરમેન અંકુર મારફતિયા દ્વારા સક્ષમ કક્ષાએ સતત ફોલો-અપ અને વહીવટી પ્રક્રિયાને ગતિ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Siddhpur

સંબંધિત સમાચાર