રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ચીનની કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ: 90 મજૂરોના મોત, જિનપિંગે કહ્યું- ‘ગુનેગારોને છોડવામાં નહીં આવે’

ચીનના શાંક્સી પ્રાંતમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 90 મજૂરોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને ચીનમાં છેલ્લા એક દાયકાની સૌથી મોટી અને ભયાનક કોલસા ખાણ દુર્ઘટના માનવામાં આવી રહી છે. ઘટનાને પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કડક વલણ અપનાવતા ન્યાયિક તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભીષણ વિસ્ફોટ શુક્રવારે શાંક્સી પ્રાંતના કિનયુઆન કાઉન્ટીમાં થયો હતો, જે બેઇજિંગથી આશરે 520 કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. અહેવાલો મુજબ, વિસ્ફોટ થતાં પહેલાં ખાણની અંદર ઝેરીલા 'કાર્બન મોનોક્સાઇડ' ગેસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચેતવણી પર યોગ્ય પગલાં લેવાય તે પહેલાં જ ખાણની અંદર જોરદાર બ્લાસ્ટ થયો હતો.

જે સમયે આ દુર્ઘટના સર્જાઈ, તે સમયે ખાણની અંદર 247 જેટલા મજૂરો શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. હજુ પણ કેટલા મજૂરો અંદર ફસાયેલા છે તેની ચોક્કસ વિગતો સામે આવી નથી. હાલમાં મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે, હંમેશાની જેમ ચીની મીડિયા દ્વારા શરૂઆતમાં આંકડા છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. શિન્હુઆએ પ્રારંભિક અહેવાલમાં માત્ર 8 લોકોના મોતની વાત કહીને 200થી વધુ મજૂરોને બચાવી લેવાયા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ સ્થિતિ કાબૂ બહાર જતાં અચાનક આ આંકડો વધારીને 82 અને ત્યારબાદ 90 થયો હોવાનું સ્વીકારવું પડ્યું હતું. સરકારી મીડિયાએ આ આંકડાની હેરાફેરી અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર