હિંમતનગરના રાજપુર ગામમાં એક ખેડૂતને મોટું નુકસાન થયું છે. વીજ વાયરમાંથી ઝરતા તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. રાજપુર ગામના ખેડૂત 10 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. છેલ્લા 10 દિવસથી તેઓ પાકની કાપણી કરી રહ્યા હતા. રવિવારે તેમણે ત્રણ વીઘા ઘઉંની કાપણી કરીને ખેતરમાં ઢગલો કર્યો હતો. બપોરના સમયે થ્રેસરમાં ઘઉં કાઢવાની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન ખેતરમાંથી પસાર થતા વીજ વાયરો ઝોલા ખાતા હતા. વાયરમાંથી તણખા ઝર્યા અને ઘઉંના ઢગલામાં પડ્યા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખો ઢગલો બળીને ખાખ થઈ ગયો. ખેડૂતે તરત જ વીજ વિભાગને આ ઘટનાની જાણ કરી છે. આ ઘટનાથી ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે.
હિંમતનગર; વીજ વાયરમાંથી તણખાને કારણે ત્રણ વીઘા ઘઉંનો પાક બળીને ખાખ

ટેગ્સ:#Himmatnagar#Financial Loss#Wheat Crop#Harvesting#Fire Outbreak#Power Line Sparks#Rajpur Village#Farmer's Plight#Electricity Department
સંબંધિત સમાચાર
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
19 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
4 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
4 દિવસ પહેલા
