રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
રાષ્ટ્રીય13 સપ્ટેમ્બર, 2025| Super Admin

હાઇકોર્ટ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરે : સુપ્રીમ કોર્ટ

હાઇકોર્ટ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરે : સુપ્રીમ કોર્ટ
નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્‍યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના બે મહિનામાં જ કરી દેવાનો તમામ હાઇકોર્ટને આદેશ આપ્‍યો છે. આ મામલે અનેક દિશાનિર્દેશો જારી કરતાં જાસ્‍ટિસ જે બી પારડીવાલા અને જાસ્‍ટિસ આર મહાદેવનની બેન્‍ચે જણાવ્‍યું હતું કે અરજદારો હેઠળ હોય ત્‍યારે તેમની વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતાને લગતી અરજીઓ વર્ષો સુધી પેન્‍ડિંગ ન રાખી શકાય. સુપ્રીમે ઉમેર્યું હતું કે, નિયમિત અને આગોતરા જામીન અરજીઓ પરનો નિર્ણય યોગ્‍યતાના આધારે ઝડપથી થવો જોઈએ. તેનાથી પક્ષકારો અનિヘતિ સમય માટે પેન્‍ડિંગ સ્‍થિતિમાં ધકેલી દેવાય તેવું ન થવું જોઇએ. અરજીઓના લાંબા વિલંબને કારણે ક્રિમિનલ પ્રોસીજર કોડના હેતુને અસર થાય છે, એટલું જ નહિ પરંતુ તે ન્‍યાયને પણ નકારે છે. જે આર્ટિકલ્‍સ ૧૪ અને ૨૧માં પ્રતિબિંબિત બંધારણીય નૈતિકતાની વિપરીત છે તેમ બેન્‍ચે ઉમેર્યું છે. ‘હાઇકોર્ટોએ સુનિヘતિ કરવી જોઇએ કે નિયમિત અને આગોતરા જામીન માટેની અરજીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળ કે સાથી કોર્ટોમાં હોય તો તેનો નિકાલ ઝડપથી લાવવો જોઇએ. આવા કેસોનો નિકાલ બે મહિનામાં થવો જોઇએ. જોકે જેમાં વિલંબ પક્ષકારોને કારણે થાય છે તે અપવાદરૂપ રહેશે' તેમ સુપ્રીમની બેન્‍ચે ઠરાવ્‍યું હતું. સુપ્રીમ કોર્ટે વ્‍યક્‍તિગત સ્‍વતંત્રતાને આવરી લેતા કેસોને પ્રાથમિકતા આપવા તેમજ બિનજરૂરી મોકૂફીથી બચવાની સૂચના ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટોને આપવા પણ હાઇકોર્ટ્‍સને કહ્યું છે. તપાસ એજન્‍સીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી પડતર કેસોમાં તપાસ ઝડપથી પૂર્ણ કરે જેથી ફરિયાદી કે આરોપી બંનેને અયોગ્‍ય વિલંબના કારણે પૂર્વગ્રહનો સામનો કરવો ન પડે તેમ બેન્‍ચે ઉમેર્યું હતું. રાજકીય પક્ષો માટે નિયમો ઘડવાની અરજીને તપાસવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી રાજકીય પક્ષોના રજિસ્‍ટ્રેશન અને સંવેદનશીલ મુદ્દાઓને પ્રોત્‍સાહન આપવાના વલણ સંદર્ભે નિયમોનું માળખું બનાવવાની દાદ માગતી પીટિશન સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ અરજીમાં ચૂંટણી પંચને નિયમોનું માળખું બનાવવા માટે નિર્દેશ આપવા રજૂઆત થઈ હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પીટિશનને તપાસવાની મંજૂરી આપી છે.  પીટિશનર ઈન પર્સન તરીકે અશ્વિની કુમાર ઉપાધ્‍યાયે કરેલી અરજી સંદર્ભે જાસ્‍ટિસ સૂર્યા કાંત અને જોયમાલ્‍યા બાગચીની બેન્‍ચે આ મામલે કેન્‍દ્ર સરકાર, ચૂંટણી પંચ અને લો કમિશન ઓફ ઈન્‍ડિયાને નોટિસ આપી છે. જાસ્‍ટિસ કાંતે નોંધ્‍યુ હતું કે, કોઈ રાજકીય પક્ષને પીટિશનમાં પક્ષકાર બનાવાયા નથી. રાજકીય પક્ષોના નિયમનની રજૂઆત છે ત્‍યારે તમામ નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષોને પક્ષકાર બનાવવા જોઈએ. પીટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, બોગસ રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર જોખમ હોવાની સાથે સમાજ માટે પણ જોખમી છે. રાજકીય પક્ષો માટે કોઈ નિયમો અને નિયંત્રણો નથી.  

સંબંધિત સમાચાર